ભારત પર વારંવાર પરમાણુ બોમ્બ ઝીંકવાની ધમકી આપતા પાકિસ્તાનના મંત્રી પર ફૂટ્યો 'સેક્સ બોમ્બ'

પાકિસ્તાન (Pakistan) ની સરકારના મૂળિયા હલી ગયા છે. ત્યાંના ગૃહમંત્રી શેખ રશીદ જે વાતવાત પર હિન્દુસ્તાનમાં પરમાણુ બોમ્બ ફોડવાની ધમકીઓ આપતા હતા તેમના ઉપર હવે સેક્સ બોમ્બ ફૂટ્યો છે જેના ધૂમડા આખા પાકિસ્તાનમાં જોવા મંળી રહ્યા છે. પ્રમોશન મળતા જ શેખ રશીદે(Sheikh Rasheed) પોતાની અસલિયત બતાવી દીધી છે. 
ભારત પર વારંવાર પરમાણુ બોમ્બ ઝીંકવાની ધમકી આપતા પાકિસ્તાનના મંત્રી પર ફૂટ્યો 'સેક્સ બોમ્બ'

નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) ની સરકારના મૂળિયા હલી ગયા છે. ત્યાંના ગૃહમંત્રી શેખ રશીદ જે વાતવાત પર હિન્દુસ્તાનમાં પરમાણુ બોમ્બ ફોડવાની ધમકીઓ આપતા હતા તેમના ઉપર હવે સેક્સ બોમ્બ ફૂટ્યો છે જેના ધૂમડા આખા પાકિસ્તાનમાં જોવા મંળી રહ્યા છે. પ્રમોશન મળતા જ શેખ રશીદે(Sheikh Rasheed) પોતાની અસલિયત બતાવી દીધી છે. 

શેખ રશીદનું ડર્ટી પિક્ચર બહાર આવતા જ પાકિસ્તાનના રાજકારણમાં જાણે ભૂકંપ આવી ગયો છે. સોશિયલ મીડિયામાં શેખ રશીદનું ડર્ટી પિક્ચર જબરદસ્ત વાયઈલ થઈ રહ્યું છે. આ તસવીરમાં પાકિસ્તાનના ગૃહમંત્રી એક છોકરી સાથે આપત્તિજનક પોઝિશનમાં જોવા મળી રહ્યા છે. તસવીરમાં તેઓ છોકરીને પૈસા આપતા પણ દેખાય છે. અર્થ સ્પષ્ટ છે કે પૈસા આપીને તેમણે એક છોકરીની ઈજ્જતનો સોદો કર્યો અને એ પણ જણાવી દીધુ કે ઈમરાન ખાન સરકાર છોકરીઓ, મહિલાઓની ઈજ્જત કરવાની જગ્યાએ તેમને સેક્સ ગુલામ સમજે છે. 

પાકિસ્તાનના 'ડર્ટી' ગૃહમંત્રી શેખ રશીદની આ ડર્ટી પિક્ચર પોપ્યુલર ટિકટોક સ્ટાર હરીફ શાહે(Hareem Shah) પોતાના ટ્વિટર એકાઉન્ટથી શેર કરી છે. હરીમ શાહે શેખ રશીદનું ડર્ટી પિક્ચર શેર કરતા ઉર્દૂમાં લખ્યું કે હું તમને એવા જલીલ કરીશ કે તમને તમારી પેઢીઓ યાદ કરશે. કેટલાની જિંદગી બરબાદ કરશો. જો કે ઈમરાન સરકાર માટે હરીમ શાહના એ શબ્દો હથોડાની જેમ વાગી રહ્યા છે જેમાં તે લખે છે કે કમિંગ સૂન...જેનો અર્થ સ્પષ્ટ છે કે હરીમ શાહ પાસે હજુ પણ શેખ રશીદ અને ઈમરાન ખાન(Imran Khan) ના કેટલાક મંત્રીઓ, નેતાઓના અનેક ડર્ટી પિક્ચર અને વીડિયો હોઈ શકે છે જેને તે આગામી દિવસોમાં બહાર પાડી શકે છે. 

પાકિસ્તાન જેવા દેશમાં જ્યાં કાયદો અને વ્યવસ્થાનું સ્તર એકદમ કથળેલું છે અને મહિલાઓની આઝાદીને કચડી નાખવામાં આવે છે ત્યાં આખરે એક ટિકટોક સ્ટારમાં આટલી હિંમત કેવી રીતે આવી ગઈ કે તે પાકિસ્તાનના ડર્ટી ગૃહમંત્રીની 'ડર્ટી પિક્ચર' શેર કરી નાખી. કહેવાય છે કે મોડલ હરીમ શાહ આજકાલ કેનેડામાં છે અને પાકિસ્તાનની બહાર સુરક્ષિત ઠેકાણું મળ્યા બાદ જ તેણે ઈમરાન ખાન સરકારના સેક્સ સ્કેન્ડલ પરથી પડદો ઉઠાવ્યો છે. 

પીડીએમ બાદ હસીનાઓનું હલ્લાબોલ
હરીમ શાહના ખુલાસાએ ઈમરાન ખાન સરકારના મૂળિયા હલાવી દીધા છે. ઈમરાનને માલૂમ હતું કે શેખ રશીદ ડર્ટી વ્યક્તિત્વાળો છે પરંતુ આમ છતાં ઈમરાને તેને રેલવે મંત્રાલયમાંથી પ્રમોટ કરીને ગૃહ મંત્રાલય પકડાવ્યું. જ્યારે શેખ રશીદના અનેક ડર્ટી વીડિયો પહેલેથી સોશિયલ મીડિયા પર વાયરલ છે. ગત વર્ષે પણ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ટિકટોક સ્ટાર હરીમ શાહ અને સંદલ ખટક શેખ રશીદ સાથે વીડિયો ચેટ કરતા હતા. 

આ વીડિયો ચેટમાં શેખ રશીદના ડર્ટી વ્યક્તિત્વનો ખુલાસો થયો હતો. જેમાં હરીમ શાહ શેખ રશીદ સાથે વાત કરતા કહી રહી હતી કે મેં આજસુધી તમારા કોઈ રહસ્યનો પર્દાફાશ કર્યો નથી. તમે મારી સાથે વાત કેમ નથી કરતા? જવાબમાં શેખ રશીદ કહે છે કે અલ્લાહ માલિક છે. જેના પર જવાબ આપતા હરીમ શાહ કહે છે કે શું અલ્લાહ માલિક છે. અલ્લાહ માલિક છે લગાવી રાખ્યું છે. પહેલા ખરાબ વીડિયો દેખાડતા હતાં અમને. 

મોડલ હરીમ શાહ છે ખ્યાતનામ
હરીમ શાહ પાકિસ્તાનમાં ખુબ ચર્ચિત છે અને તે પાકિસ્તાનના પ્રધાનમંત્રીની ઓફિસમાં પણ બેધડક ઘૂસી જાય છે. તે ટિકટોક બનાવે છે. અનેકવાર આ ખુબસુરત મોડલ ઈમરાન ખાનના ખભે હાથ રાખેલી જોવા મળી છે. હવે હરીમ શાહે ધમકી આપી છે કે તેની પાસે અનેક એવા વીડિયો છે જે બહાર આવ્યા તો પાકિસ્તાનની સરકાર પડી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news